હોળી-ધૂળેટીના તહેવારમાં ઠંડાઈ અને મીઠાઈઓનું હેલ્ધી વર્ઝન
ભારતીય સંસ્કૃતિમાં તહેવારોનું વિશેષ મહત્વ છે, અને તેમાં પણ હોળી-ધૂળેટી એટલે રંગો, ઉમંગ, ઉત્સાહ અને ભાઈચારાનો તહેવાર. ફાગણ મહિનાની પૂનમે આવતો આ તહેવાર શિયાળાની વિદાય અને ઉનાળાના આગમનનો સંકેત આપે છે. વસંત ઋતુના આ સમયગાળામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે. હોળીના રંગો સાથે જે બીજી સૌથી મહત્વની બાબત જોડાયેલી છે, તે છે સ્વાદિષ્ટ વાનગીઓ….
